Hymn No. 4072 | Date: 31-Jul-1992
|
|
Text Size |
 |
 |
જીવી રહ્યો છે જેવી રીતે જીવન તો તું, જાણે જીવન સાથે તારે, કોઈ લેવા-દેવા નથી આંક્યા ના આંક તેં તો તારા જીવનમાં, રહ્યો છે જીવી, જાણે જીવન સાથે, કોઈ ... કદી તણાઈ જાય છે તું તો ભાવમાં, કદી જાણે, તારે ભાવ સાથે, કોઈ ... વર્તે છે કદી જીવનમાં તું સમજદારીથી, કદી જાણે, તારે સમજદારી સાથે, કોઈ...કદી વર્તે જીવનમાં તું ઉમંગથી, કદી જાણે, એની સાથે તારે તો, કોઈ ... કદી વર્તે જીવનમાં તો તું પ્રેમથી, કદી જાણે પ્રેમ સાથે તારે તો, કોઈ ... કદી ભક્તિમાં તો તું રસતરબોળ બને, કદી જાણે ભક્તિ સાથે તારે, કોઈ... કદી નમ્રતાથી જીવનમાં તો તું નમતો રહે, કદી જાણે નમ્રતા સાથે તારે તો, કોઈ ... કદી દુઃખ દર્દથી તો તું ચિત્કારી ઊઠી, કદી જાણે દુઃખ દર્દ સાથે તારે તો, કોઈ.. કદી મુક્તિની વાતો તું તો કરતો રહે, વર્તે કદી જાણે મુક્તિ સાથે તારે, કોઈ... કદી પ્રભુભાવમાં જાય તું તો એવો ડૂબી, કદી જાણે પ્રભુ સાથે તારે, કોઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|