Hymn No. 4075 | Date: 01-Aug-1992
|
|
Text Size |
 |
 |
સમાવી શક્યો તું દૃષ્ટિમાં આવ્યું એટલું, દૃષ્ટિ બહાર બીજું કાંઈ નથી, એવું તો નથી વહે છે પ્રેમ હૈયે તો તારા, અન્યના હૈયાંમાં પ્રેમ વહેતો નથી, એવું તો નથી લાગે છે ભૂખ, જગમાં ખાલી તો તને, બીજાને ભૂખ લાગતી નથી, એવું તો નથી સમજાય જીવનમાં બધું ખાલી તો તને, બીજાને તો સમજાતું નથી, એવું તો નથી વરસાવી શકે છે, ખાલી તું દયા તો જગમાં, બીજા વરસાવતા નથી, એવું તો નથી ભરી છે શક્તિ, ખાલી તારામાં તો જગમાં, બીજામાં તો કોઈ શક્તિ નથી, એવું તો નથી સુખી થાવું છે ખાલી, તારેજ તો જગમાં, બીજાએ જગમાં સુખી થાવું નથી, એવું તો નથી વસે છે ખાલી એક તું જ તો જગમાં, બીજા કોઈ જગમાં વસતા નથી, એવું તો નથી ભર્યા છે ભક્તિ ભાવો ખાલી તો તુજમાં, બીજામાં ભક્તિ ભાવો નથી, એવું તો નથી કરવા છે દર્શન પ્રભુના ખાલી તારેને તારે, બીજાએ દર્શન કરવા નથી, એવું તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|