જનમોજનમમાં દીધેલાં વાયદા, ભુલાઈને ભુલાતા તો ગયા
સાથને સાથીઓ, જનમોજનમના, જ્યાં ભુલાઈને ભુલાતા તો ગયા
આ જનમના પણ કંઈક વાયદા અધૂરા રહ્યા, કંઈક ભુલાઈ ગયા
કરીએ કોશિશો ઘણી જીવનમાં, કરવા યાદ, નાકામિયાબ એમાં રહ્યા
ભુલાયા કંઈક ચહેરા પુરાણા, કંઈક નવા પણ ભુલાતાને ભુલાતા ગયા
દેખાય છે ચહેરા જે આજે, કે ગયા જે ભુલાઈ સાચા કોને ગણવા
કર્યા પૂરા જેવી રીતે જીવનમાં, ઘડતર જીવનના તો એવા થયા
ખોટાને ખોટા વાયદા જીવનમાં, કિંમત એમાં ઘટાડતા રહ્યાં
કરતા વાયદા પૂરા, શક્તિ વધી સાથ શક્તિના મળતા રહ્યાં
કરતા પૂરા, જીવન ખીલ્યું, હર શ્વાસ જીવનના ઉમંગભર્યા બન્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)