જીવી જાજે રે જીવન, તું તો એવું રહે ફૂલ, જે અહીં ફોરમ એની ફેલાવતું જાય છે
રાખજે ના જીવન તું એવું, આકર્ષે ભલે સહુને, કાંટા એના તો વાગતા જાય રે
જીવજે જીવન તું એવું બની, ધ્રુવતારો કંઈકનું જીવન એ તો ઉજાળતું જાય રે
જીવી જાજે ના જીવન તું એવું, દૂરને દૂર તારાથી જીવનમાં એ ભાગતાં જાય રે
જીવન રાખજે ના તું એવું તો કાચું, ઘડીએ ઘડીએ એ, એ તો હાલી જાય રે
સુખ દુઃખના કારણ રહે બદલાતાં, જીવનમાં એ તો બદલાતાંને બદલાતાં જાય રે
કરજે કોશિશ સ્થિર રાખવા જીવનને, નહીંતર જીવન તો બેકાર વીતી જાય રે
છે અદ્ભૂત જગમાં જીવનની ગૂંથણી, સહુ એમાંને એમાં તો ગૂંચવાતા જાય રે
જીવન જીવવાનું તો છે જ્યાં તારે હાથ રે, કેવું જીવવું, શુ કરવું, રૂપરેખા એની તૈયાર રાખ રે
જીવજે જીવન એવી રીતે તું જગમાં, જીવનમાં અંતિમ જિત તને તો મળી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)