નથી ક્યાં સુધી જગમાં તારું રહેવાનું તો ઠેકાણું
આવશે બુલાવો તને તો જ્યારે, પડશે જગ તારે તો છોડવાનું
પરિસ્થિતિ છે આવી જ્યાં તારી, પડશે સદા તૈયાર તારે રહેવાનું
કરી કરી ખોટું ભેગું તો જીવનમાં, એવું જીવનમાં તો શું કરવાનું
કર્યું ભેગું તો જે જીવનમાં, અહીંનું અહીં તો એ રહી જવાનું
ગણીશ પોતાના કે ગણ્યા પોતાના, નથી સાથે કોઈ તો કોઈ આવવાનું
કરી ભાર ખોટા ચિંતાના તો ઊભા, પડશે તારેને તારે તો ઊંચકવાનું
કરજે સાચી તૈયારી તો તું જીવનમાં, છે નક્કી જ્યાં જગ તારે તો છોડવાનું
રાખીશ મનને જો તું ફરતું, એ તો ફરતું ને ફરતું તો રહેવાનું
જીવતો જા જીવન તું તો એવું, મળે ના અન્યને દયા ખાવાનું બહાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)