અહિંસા, અહિંસા, અહિંસા, છે પરમો ધરમ તો અહિંસા
કર ના તું જીવનમાં, કાયિક વાચિક કે માનસિક તો હિંસા
છે જીવનમાં તો રસ્તા અનેક, છે એ તો લીસા ને લીસા
જાગૃત સદા રહેજે તું તો જીવનમાં, છે બધા એ તો લપસણા
છે ફરક અન્યમાં ને તારામાં, શું કરવી પડે શાને તારે તો હિંસા
નડયા જીવનમાં, બીજા કરતા વિકારો તને, તારા કરી ના શાને એની હિંસા
સુધરશે ના કોઈ હિંસાથી, સૂધર્યા ના કોઈ હિંસાથી, છોડ જીવનમાં તુ હિંસા
માર્ગ ભૂલ્યા, રસ્તા ના સૂઝ્યા, દોડયા હિંસા પાછળ, ભૂલીને અહિંસા
વીર તો છે જીવનમાં એ, ભૂલી હિંસા, જીવનમાં અપનાવી અહિંસા
કારણ વિના કે કારણથી, કરવી પડે જીવનમાં તો શાને હિંસા
અહિંસા, અહિંસા, અહિંસા, છે પરમો ધરમ તો અહિંસા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)