ખુલ્લાં આકાશ જેવું રાખજે ખુલ્લું તારું મન, ગણજે એને તું મહામુલું ધન
છે બધું તો એમાં, છે એ અંદરને બહાર, છે બધું જગ તો એની અંદર
નથી સંકળાયું એ તો કોઈથી, રહે છે અલિપ્ત, છે એ તો કેવું સુંદર
ચાલશે ના તને તો એના વિના, બનાવતો ના એને તો દુશ્મન
સુવિચારોથી કરજે એને તું વિભૂષિત, બનશે ત્યારે તો એ અતિસુંદર
સંગે સંગે સદા એ તો ફરતું રહેશે, રહેવા ના દેતો, ચડવા ન દેતો એના પર કુસંગ
તારા સંગમાં રાખજે સદા તું તો એને, રહેજે સદા તોયે તું નિઃસંગ
પડશે જરૂર એને તો તારી, તને તો એની, પડશે રહેવું એની તો સંગને સંગ
રાખીશ એને સાથ, રાખીશ એને કાબૂમાં, બનશે એ તો અણમોલ ધન
દેશે દ્વાર પ્રભુના એ તો ખોલી, રહેશે અને બનશે માયાથી નિઃસંગ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)