સંભાળી સંભાળીને રે ભરજે ડગલાં તું તો જીવનમાં
એક ડગલું ભી ખોટું તારું તો જીવનમાં, આફત ઊભી એ તો કરી જાશે
રાત દિવસની મહેનત પછી, લાવ્યો તું જે મંઝિલ તો પાસે
એક ડગલું ભી ખોટું તારું તો જીવનમાં, દૂરને દૂર હડસેલી એને તો જાશે
સજાવ્યું જીવનને તો પ્યારથી, રાખ્યું ભલે પ્યારથી એને ભર્યું ભર્યું
એક ડગલું ભી ખોટું તારું તો જીવનમાં, જીવનને વેરાન એ તો કરી જાશે
એક એક ડગલું, ચડતાને ચડતા તો જીવનમાં, શિખરે તો પહોંચી જવાશે
એક ડગલું ભી ખોટું તારું તો જીવનમાં, ખીણમાં એ તો ધકેલી જાશે
દુઃખ દર્દનો તો કરીને સામનો તો જીવનમાં, દેહ તો ટકી જાશે
એક ડગલું ભી ખોટું તારું તો જીવનમાં, જીવન મોતને હવાલે એ કરી જાશે
જનમોજનમની તપસ્યા પછી, પામવા પ્રભુને, મળ્યો માનવ દેહ
એક ડગલું ભી ખોટું તારું તો જીવનમાં, પ્રભુમિલન વિના અધૂરો રહી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)