Hymn No. 4104 | Date: 11-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-11
1992-08-11
1992-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16091
રહે કે ના રહે, જીવન હાથમાં તો તારા
રહે કે ના રહે, જીવન હાથમાં તો તારા ડરી ડરીને જીવન જીવન જો તું, એ જીવન તો જીવન ના હશે મોત પહેલાં, પળે પળે રહેશે એમાં તું મરતો, ના જીવન એને તું ગણતો - એ જીવન... ઉમંગ ને ઉત્સાહ જીવનમાં રહેશે, એને તો તું મારતોને મારતો - એ જીવન... ખુલ્લાં મનનું હાસ્ય તારું તો જીવનમાં, એ તો ચોરી લેશે - એ જીવન... આંખ તારી ડરને ડર રહેશે ગોતતી, ને રહેશે જીવનમાં, ડરને ડર તો જોતી - એ જીવન... શંકાને શંકા રહેશે જાગતીને જાગતી, રહેશે ડરને ડર તો જગાડતી - એ જીવન... જાણી ના શકશે સબંધોની મીઠાશ, ડરમાં તો જ્યાં ડૂબતો રહેશે - એ જીવન... જાશે હિંમત ત્યાં તો તૂટી જીવનમાં, હિંમત વિના તો શું થાશે - એ જીવન... માયામાં જ્યાં લપેટાતા જાશો, પ્રભુથી તો ત્યાં વિમુખને વિમુખ રહેશે - એ જીવન... વિશ્વાસ વિના ના ડર તો હટશે, પ્રભુ જેવા વિશ્વાસુ બીજા ના મળશે - એ જીવન... પ્રભુ વિનાનું તો જીવન જગમાં, જીવન એ તો જીવન ના હશે - એ જીવન...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe ke na rahe, jivan haath maa to taara
dari darine jivan jivana jo tum, e jivan to jivan na hashe
mota pahelam, pale pale raheshe ema tu marato, na jivan ene tu ganato - e jivan ...
umang ne utsaha jivanamam raheshe, ene to tu maratone marato - e jivan ...
khulla mananum hasya taaru to jivanamam, e to chori leshe - e jivan ...
aankh taari darane dar raheshe gotati, ne raheshe jivanamam, darane dar to joti - e jivan ...
shankane shanka raheshe jagatine jagati, raheshe darane dar to jagadati - e jivan ...
jaani na shakashe sabandhoni mithasha, daramam to jya dubato raheshe - e jivan ...
jaashe himmata tya to tuti jivanamam, e jivan ... - e jivashe ... -
maya maa jya lapetata jasho, prabhu thi to tya vimukhane vimukha raheshe - e jivan ...
vishvas veena na dar to hatashe, prabhu jeva vishvasu beej na malashe - e jivan ...
prabhu vinanum to jivan jagam toam -. jivan e na jivan ...
|