Hymn No. 4108 | Date: 13-Aug-1992
|
|
Text Size |
 |
 |
રાહે રાહે રે, રાહે રાહે રે, બસ અમે તો જીવનમાં, ચાલતાને ચાલતા રહ્યાં જાણ્યું ના એ તો, જાય છે રે ક્યાં, પૂછયું ના એ તો પહોંચાડે છે ક્યાં - બસ.. હતા રસ્તા તો નવા, હતું બધું તો નવું નવું જોવામાં, અણસાર જૂના ના ભુલાયા - બસ... જોયું ના કે જાણ્યું ના, છે કોણ તો સાથે, સાથેને સાથે, કોણ તો રહેવાના - બસ... જોયું ના કે તપાસ્યું ના, છે શું તો પાસે, ખૂટશે કે મળશે શું, કેમ અને ક્યાં - બસ... પહોંચતા લાગશે સમય તો કેટલો, છે પાસે તો કેટલો, વિતાવવો કેમ અને ક્યાં - બસ.. જાણ્યું ના મળશે કોણ, કેમ અને ક્યારે, હશે બધા એ તો, અજાણ્યાને અજાણ્યા - બસ... બંધાશેને તૂટશે સબંધો તો રાહમાં, ના છેવટ સુધી, સાથે તો કોઈ આવવાના - બસ... મળ્યું તનડું, મળ્યું મન ને બુદ્ધિ, અમે સારા વિચારો ને ભાવમાં તો રહેવાના - બસ... રાહે રાહે, રાહે રાહે રે, ચાલીને જીવનમાં, મુક્તિના દ્વારે, અમે તો પહોંચવાના - બસ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|