Hymn No. 4119 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
અસ્ત-વ્યસ્ત જીવનમાં, છું વ્યસ્ત હું તો એટલો, પળ નિરાંતની એમાં હું તો માગું છું મસ્ત થયો છું એમાં હું તો એટલો, પરાસ્તને પરાસ્ત જીવનમાં, એમાં હું તો થાતો જાઉં છું ભાગ્યમાં હસ્ત સદા મળી આવડતનો નિરખું, દુર્ભાગ્યમાં હસ્ત પ્રભુનો નીરખતો જાઉં છું જીવનમાં ઊગતાંને ઊગતાં સૂર્યો તો જોયાં, સૂર્યાસ્ત એના જીવનમાં નિરખતો હું તો જાઉં છું માયામાંને માયામાં રહ્યો વ્યસ્ત હું તો જીવનમાં, દુઃખ દર્દથી મસ્ત થાતો હું તો જાઉં છું સમજાયા ને ટક્યા ઉપકાર જીવનમાં તો પ્રભુના, મસ્ત પ્રભુમાં હું તો થાતો જાઉં છું ગૂંથાતો રહ્યો જીવનમાં, વ્યવહારમાં તો એટલો, ચિંતામાં ગ્રસ્ત થાતો હું તો જાઉં છું દૂરસ્ત કરવા જીવનને, મથતોને મથતો જાઉં છું, સફળ ને નિષ્ફળ એમાં થાતો હું તો જાઉં છું સહેવી નથી જો હુકમી ભાગ્યની તો જ્યાં, યત્નોમાંને યત્નોમાં વ્યસ્ત થાતો હું તો જાઉં છું કરીશ જ્યારે અસ્ત અસ્તિત્વને મારા પ્રભુમાં, મસ્ત ત્યાં, હું તો થાતોને થાતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|