ઊંચા-ઊંચા ડુંગરે રે બેઠા છે દાતાર
ન દેખાવા છતાં કરે ભક્તોને પોકાર
વિવિધ ભક્તો આવતા, આવતા એની પાસ
સર્વેની આશ પૂરતા, કરતા ન કોઈને નિરાશ
સર્વેને સમદૃષ્ટિથી જોતા, નથી કોઈ ભેદભાવ
ભક્તોનાં કામો થાતાં, જે રાખે એનામાં વિશ્વાસ
સાચા દિલથી જે યાદ કરતા, દોડતા તેની પાસ
દર્શન તેના પામતાં, ધન્ય થઈ જાયે તેના શ્વાસ
આ જગમાં કંઈ નથી, જે ન આપી શકે દાતાર
કૃપા સદા ઉતારજો, ઓ જમિયલશા દાતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)