છે રમત તો સહુની જીવનમાં તો, મંઝિલે પહોંચવાની ને પહોંચવાની
પહોંચશે તો કોઈ વહેલાં, કે કોઈ મોડા, છે રમત આ તો મંઝિલે પહોંચવાની
થાક્યા જો વચ્ચે, અધવચ્ચે પડશે રોકાવું, જરૂર પડશે પાસે લેવાની
રાખી લક્ષ્યમાં મંઝિલ, દોડયા જીવનમાં તો જે, મંઝિલ જલદી પૂરી થવાની
થયા ના જે વિચલિત જીવનમાં, હટાવી ના મંઝિલ, જલદી પૂરી એની થવાની
જાશે સમય કોનો ને કેટલો, ખબર નથી એની તો કોઈને પડવાની
રમત છે તારી, રમવાનું છે તારે, ભૂલતો ના એમાં, મંઝિલે પહોંચવાની
તારીને તારી તૈયારી તો જીવનમાં, તને ને તને, મંઝિલે તો પહોંચાડવાની
કોઈ કરે ના કરે કદર જીવનમાં તો તારી, મંઝિલે કદર તારી તો થવાની
સુખદુઃખ ની છોળો ઊઠશે ના ત્યાં તો, છોળો આનંદની ત્યાં તો મળવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)