છે મુક્તિની ઇચ્છા જગમાં તો સહુની, મુક્ત થવાની તો છે કોની ને કેટલી તૈયારી
ટૂટે ને છૂટે એક બંધન જીવનમાં તો જ્યાં, જાય ત્યાં તો બીજા બંધનોથી તો બંધાઈ
કોશિશોને કોશિશો કરે બધી અધૂરી, મળે જીવનમાં મુક્તિ તો એનાથી ક્યાંથી
નિતનવા બંધનોથી જીવનમાં તો છૂટવાને, યોજવા પડે જીવનમાં નીત નવી યુક્તિ
કરાવી મુક્તને મુક્ત તો જીવનમાં પડે, જીવનમાં સદા લેવી તો વૃત્તિની ગણતરી
કદી બને બંધનોમાંને બંધનોમાં મસ્ત એવો, મુક્તિની ઇચ્છાઓથી દૂર એ રહેતું
આવ્યો લઈ બંધનોને બંધનો જીવનમાં, છે આશા જીવનમાં તો બંધનોથી મુક્તિની
કરવી એકવાર મજા જીવનમાં તો મુક્તિની, દેશે ભુલાવી મજા એ તો બંધનોની
ખાતો ના દયા તું તો તારા બંધનોની, છે મંઝિલ જીવનમાં તારી તો મુક્તિની ને મુક્તિની
કરજે સહન જીવનમાં ભલે તું તો ઘણું, કરતો ના સહન જીવનમાં, બંધનોની તું દખલગીરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)