વણથંભી વણરોકી ચાલી છે, આ જગમાં વણઝાર
કોઈ લાવ્યું પુણ્યનું ભાથું, કોઈ પાપોના ભંડાર
કોઈ લાવ્યું પ્રેમનું પીયૂષ, કોઈ ક્રોધોના ભંડાર
માલ લાવ્યું જેવો જેની સાથે, થાયે તેવો તેનો વેપાર
માલ ન વેચાયો જેનો, તેનો ખારો થાયે આ સંસાર
માલ વેચાયે ના વેચાયે, ચાલતી રહેશે આ વણઝાર
એક જાશે બીજો આવશે, લાવશે સાથે માલનો ભાર
માલ થાશે જેનો ખાલી, તે હળવો ફરશે આ જગ મોઝાર
માલ બાકી રહેશે, આવવું પડશે જગમાં વારંવાર
વણથંભી વણરોકી ચાલી છે, આ જગમાં વણઝાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)