કોણ કોને વફાદાર જીવનમાં તો રહ્યાં, કોણ કોને વફાદાર તો રહ્યાં
શ્વાસો તો તુજમાંને તુજમાં લેવાતા રહ્યાં, વફાદાર એ ભી તો કેટલા રહ્યાં
દૃષ્ટિથી ભલે દૃશ્ય જીવનમાં તેં તો જોયા, દૃશ્યો વફાદાર તો કેટલાં રહ્યાં
રક્ત પણ ફરતુંને ફરતું રહ્યું તુજમાં, અણીવખતે ફિક્કાં એ પડી ગયા
હૈયું ધડકને ધડકને તો ધડકતું રહ્યું, ધડકનના ધબકારા તો કેટલાં ટક્યા
વિચારે વિચારે રહ્યો તું તો મૂંઝાતો, વિચારો જીવનમાં તો કેટલાં ટક્યા
માની વફાદારી મનની તો જીવનમાં, મનડાં તો ભટકતાંને ભટકતાં રહ્યાં
મળ્યા નખ, વાળ, દાંત જીવનમાં તો તને, એ પણ છૂટતાંને તૂટતાં રહ્યાં
બેવફાદારીના દૃશ્યો જીવનમાં તો, જ્યાંને ત્યાં મળતાંને મળતાં રહ્યાં
નથી તું વફાદાર તારા તનને રહેવાનો, રહેઠાણ ભલે તેં તો એમાં કીધા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)