છે તારી પાસે તો એકનું એક દિલ, નથી તારી પાસે તો અનેક
સંભાળીને જીવનમાં, કરજે જતન તું એનું, વાપરીને પૂરો તો વિવેક
છે એ તો કોમળ એવું, પડશે તારે તો જોવું, વાગે ના એને તો ઠેસ
ઉત્પાત મચી જાશે એમાં તો એવો, આપીશ જો તું, જેને તેને એમાં પ્રવેશ
રાખજે ને રહેવા દેજે સુંદર એને તો એવું, બની જાય ઘર એ તો પ્રભુનું
છે જ્યાં એ તો તારી પાસેને પાસે, નથી કાંઈ એ તો દૂરનું
છે સ્થાન જીવનમાં એ તો ભાવનું, રાખજે સદા એને સાચા ભાવથી ભર્યું ભર્યું
હશે જીવનમાં એને તો જેવું ભર્યું, પામશે જીવનમાં તું તો એવું
છે હાથમાં તારા તો એવું કરવું, પડશે જીવનમાં એને, જોઈએ જેવું એવું ભરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)