ભુલાઈ જાશે કે ભૂંસાઈ જાશે, સહનશીલતાના પાયા તો જીવનમાં
જીવનમાં તોફાન ત્યાં એ તો સરજી જાશે
ભુલાઈ જાશે કે ભૂંસાઈ જાશે, સમજશક્તિના પાયા તો જીવનમાં
જીવન ત્યારે તો સઢ વિનાની નાવ જેવું બની જાશે
ભુલાઈ જાશે કે ભૂંસાઈ જાશે, પ્રેમના તો પાયા જ્યાં જીવનમાં
જીવન ત્યાં તો પ્રાણ વિનાનું ખોળિયું બની જાશે
ભુલાઈ જાશે કે ભૂંસાઈ જાશે, વિવેકના પાયા તો જીવનમાં
જીવનમાં મુસીબતોને મુસીબતો એ તો સરજી જાશે
ભુલાઈ કે ભૂંસાઈ જાશે, આશાના કિરણો તો જીવનમાં
જીવન જીવવાનું ભાથું, જીવનમાંથી તો ખૂટી જાશે
ભુલાઈ જાશે કે ભૂંસાઈ જાશે શ્રદ્ધાના પાયા તો જીવનમાં
જીવનમાં તો દર્શન પ્રભુના તો ક્યાંથી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)