સરળતા ને નિર્મળતાની રાહે જીવનમાં, નાકની દાંડીએ ચાલવું છે
આજુબાજુ જોવું ભૂલીને, બસ જીવનમાં, એજ રાહે રાહે ચાલવું છે
પહોંચાડે જ્યાં એ રાહ જીવનમાં, એ રાહે જીવનમાં તો પહોંચવું છે
ક્રોધની, વેરની વાંકીચૂકી રાહ છોડીને, બસ, આજ રાહે તો ચાલવું છે
નથી જાણતા પહોંચાડશે રાહ ક્યાં, થાયે શું, બસ આજ રાહે ચાલવું છે
આવે જીવનમાં વચ્ચે જે જે, ના એમાં મારે તો સંકળાવું છે
જપ તપને જીવનમાં ક્યાંથી પહોંચું, જ્ઞાનમાં તો જ્યાં મીંડું લખાયું છે
ધીરજને, શ્રદ્ધાને જીવનમાં ના ભૂલું, જીવનમાં કામ એ લાગવાનું છે
પ્રેમના પ્યાલા પીને જીવનમાં, પ્રેમની મસ્તીમાં મસ્ત બની મહાલવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)