Hymn No. 127 | Date: 07-Apr-1985
|
|
Text Size |
 |
 |
વિરહની લગાડીને આગ હૈયામાં, રહી છે તું ક્યાં છુપાઈને આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે દઈને ક્ષણની ઝાંખી તારી, આ રમત શી છે તેં માંડી આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે માયામાં મને અટવાવી, તને એમાં મઝા શું આવી આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે આંસું વિરહના વહે છે મારાં, વીતી રહી છે જિંદગી સારી આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે તને હરપળે યાદ કરાવવા, તું ખેલ ખેલે છે કેવા મારી સાથે આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે તુજને સદા કરું છું વાત મારી, તું ચૂપ રહેતી સદાયે માડી આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે કર્તા જ્યાં તું છે, રાખે છે શાને સંસારમાં મને ડુબાડી આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે કાલાવાલા કંઈક કીધાં, હજી કેમ નથી તું રિઝાતી રે આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે તું સર્વ ઠેકાણે રહે છે વસી, તો આગ આ શાની લાગી આ સિતમ શું ઓછો છે, હજી બીજો કયો સિતમ બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|