તારા મનડાં તો એવાં કેવાં, કહેવાતાં તારા, ના તોયે, એ તો હાથમાં છે
રોજ રોજ રહે તને એ તો નચાવતાં, તોયે એ તો, તારી સાથમાંને સાથમાં છે
કરશે ક્યારે એ તો શું, પહોંચશે એ તો ક્યાં, તને પત્તા ના એના લાગવાના છે
રાખવા સદા એને હાથમાં તો તારા, નાકે દમ તારા તો આવવાના છે
પ્રેમે મનાવીશ કે પ્રેમે પતાવીશ, આવી ક્ષણ પાછા એ તો સરકી જવાના છે
જ્યાં ત્યાં ભાગી, વેડફી શક્તિ એમાં, કરી દુઃખ ઊભું, દુઃખી તને એ તો કરવાના છે
સમજ્યા વિના જાશે એ તો ભાગી, માંદલાને માંદલા, તને એ તો રાખવાના છે
સુખની દોટ હશે જ્યાં એવી કાચી, તને દોડાવી દોડાવી, એ તો થકવવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)