નમવું પડશે જીવનમાં તો, કોને કેમને ક્યારે, એ કહી શકાતું નથી, એ તો સમજાતું નથી
પડશે નમવું જગમાં કોઈને વિવેકથી, કોઈને સ્વાર્થથી, ક્યારે ને કેમ, એ તો કહેવાતું નથી
પડશે નમવું કોને, હૈયાંમાં તો ડરથી, કે પડશે નમવું જીવનમાં તો કોઈને પ્રેમથી
નમવું પડશે કોઈને તો એની આવડતથી, કે જીવનમાં કોઈને એના સ્વભાવના ત્રાસથી
નમી પડાશે કોઈને તો એના ગુણથી, કે જીવનમાં કોઈને એના શુદ્ધ ચારિત્ર્યથી
નમવું પડશે જીવનમાં કોઈને એની તાકાતથી, કે કોઈને તો જીવનમાં એના સ્થાનથી
પડશે નમવું જીવનમાં તો જ્ઞાનથી, કે કોઈને જીવનમાં તો એના અનુભવથી
પડશે નમવું જીવનમાં તો ભક્તિભાવથી, કે કોઈને એના શુદ્ધ આચરણથી
નમી પડાશે જીવનમાં તો કોઈને આદરથી, કે કોઈને એના હૈયાંની વિશાળતાથી
નમવું પડશે જીવનમાં કોઈને દેખાદેખીથી, તો કોઈને જીવનમાં તો ઢોંગથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)