Hymn No. 4192 | Date: 12-Sep-1992
|
|
Text Size |
 |
 |
થઈ નથી મુલાકાત તો તારી તુજમાં તો એની, થાશે બીજે મુલાકાત ક્યાંથી એની માને છે ને કહે છે સર્વવ્યાપક તો છે એ, જોઈ નથી શક્યો હસ્તી તુજમાં તો એની જ્ઞાન તો પોથીમાં રહી જાશે, કરીશ નહીં ચકાસણી, તારા જીવનમાં તો એની કસોટી પર તો ચડયા વિના, અંકાશે સાચી કિંમત સોનાની તો ક્યાંથી એની વાતોને વાતો તો થાશે જીવનમાં ઘણી, પડશે ફરક, હશે જો એ અનુભવ વિનાની કરવું નહીં જીવનમાં તો કાંઈ, પાડતો રહે છે બૂમો તું તો, જીવનમાં તો શેની મળે ના જીવનમાં જેના આચાર, મળે ના વાતમાં કોઈ વિચાર, છે વાતો એ તો કસ વિનાની પકડયા હશે રસ્તા જીવનમાં તો જો ખોટાં, રહેશે ના જિંદગી ત્યાં તો દુઃખ વિનાની સોંપ્યું હશે જો જીવન સાચા દિલથી જો પ્રભુને, જીવનમાં ચિંતા ત્યાં તો ના રહેવાની આવ્યા જીવનમાં બનશે ફરજ જીવવાની, જીવશું ના સાચી રીતે, વ્યર્થ એ ત્યાં જવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|