બીજા કોને જઈને કહેવું, રે માડી, જગમાં મારે બીજા કોને જઈને કહેવું
તારા વિના તો છે જગમાં બીજું કોણ તો મારું રે માડી, બીજા કોને જઈને કહેવું
એક તુજ તો છે જગમાં મને સારી રીતે સમજી શકે રે એવું - રે માડી
જાગતીને જાગતી રહે પીડા રે જીવનમાં, એક તુજ સમજી શકે પીડા તો મારી - રે માડી
રચ્યા-પચ્યા રહે સહુ પોતામાં તો જગમાં, એમાં તો કોને હું મારું ગણું - રે માડી
રાખી ના શકીએ ભરોસો કોઈનો રે જીવનમાં, જીવનમાં ભરોસાપાત્ર કોને ગણું - રે માડી
વગર માગે સાથ જીવનમાં તો તું દેતી રહે, તારા જેવો સાથીદાર તો કોને ગણું - રે માડી
છે માર્યાદિત શક્તિમાં તો સહુ રમતાં, છે તારી પાસે શક્તિનું તો ભાથું પૂરું - રે માડી
અધવચ્ચે મૂકે ના તું તો કોઈને જીવનમાં, તારા જેવું યોગ્ય તો બીજા કોને ગણું - રે માડી
ભૂલોને ભૂલનારી તો છે એક જ તું તો જીવનમાં, બીજું જીવનમાં હું તો કોને ગણું - રે માડી
કહેવું હશે મારે જે જે જીવનમાં, મારું ગણી જીવનમાં તને હું તો કહેતો રહું - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)