Hymn No. 4202 | Date: 15-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-15
1992-09-15
1992-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16189
છે પ્રાર્થનાનું શસ્ત્ર જીવનમાં તો એક એવું, સમય સમય પર તો જે કામ લાગતું
છે પ્રાર્થનાનું શસ્ત્ર જીવનમાં તો એક એવું, સમય સમય પર તો જે કામ લાગતું બનાવી શ્રદ્ધા વિશ્વાસથી ધારદાર એને તો એવું, રાખજે જીવનમાં સદા હાથવગું શું વ્યવહારમાં કે શું જીવનના તો વિકાસમાં, કામ લાગશે એ તો એક સરખું હટી ગઈ હશે આશાઓ તો જ્યાં જીવનમાં, કરી દેશે નવપલ્લવિત એનું એક બિંદુ દેશે ભુલાવી ચિંતા, રોગ દર્દ તો જીવનના, વહેતું રહેશે જીવનમાં તો જ્યાં એનું ઝરણું છે ઉત્તમ શસ્ત્ર પાસે એ તો તારે, જીવનમાં શાને પડે છે તારે તો બીજું ગોતવું ભાવ વિનાનું રાખીશ કે બનાવીશ જો તું એને, બની જાશે ત્યારે તો એ બધું ચિત્તને મનડું તો જ્યાં એમાં તો ભળતું, ધાર્યું પરિણામ ત્યારે તો એ લાવતું જગતમાંના તો સહુ જીવો, જીવનમાં તો એને, એકસરખું તો વાપરી શક્તું જીવનમાં ના પાઈ પૈસા કાંઈ એમાં તો લાગે, સહુ પાસે તો છે એ એક સરખું
https://www.youtube.com/watch?v=kQqpbfiXV48
Satguru Shri Devendra Ghia (Kaka)
છે પ્રાર્થનાનું શસ્ત્ર જીવનમાં તો એક એવું, સમય સમય પર તો જે કામ લાગતું બનાવી શ્રદ્ધા વિશ્વાસથી ધારદાર એને તો એવું, રાખજે જીવનમાં સદા હાથવગું શું વ્યવહારમાં કે શું જીવનના તો વિકાસમાં, કામ લાગશે એ તો એક સરખું હટી ગઈ હશે આશાઓ તો જ્યાં જીવનમાં, કરી દેશે નવપલ્લવિત એનું એક બિંદુ દેશે ભુલાવી ચિંતા, રોગ દર્દ તો જીવનના, વહેતું રહેશે જીવનમાં તો જ્યાં એનું ઝરણું છે ઉત્તમ શસ્ત્ર પાસે એ તો તારે, જીવનમાં શાને પડે છે તારે તો બીજું ગોતવું ભાવ વિનાનું રાખીશ કે બનાવીશ જો તું એને, બની જાશે ત્યારે તો એ બધું ચિત્તને મનડું તો જ્યાં એમાં તો ભળતું, ધાર્યું પરિણામ ત્યારે તો એ લાવતું જગતમાંના તો સહુ જીવો, જીવનમાં તો એને, એકસરખું તો વાપરી શક્તું જીવનમાં ના પાઈ પૈસા કાંઈ એમાં તો લાગે, સહુ પાસે તો છે એ એક સરખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Chhe prarthananum shastra jivanamam to ek evum, samay samaya paar to each kaam lagatum
banavi shraddha vishvasathi dharadara ene to evum, rakhaje jivanamam saad hathavagum
shu vyavahaar maa ke shu jivanana to vikasamam, kaam lagashe e to ek sarakhum
hati gai hashe ashao to jya jivanamam, kari deshe navapallavita enu ek bindu
deshe bhulavi chinta, roga dard to jivanana, vahetum raheshe jivanamam to jya enu jaranum
che uttama shastra paase e to tare, jivanamam shaane paade che taare to biju bijum gotanavum
bhaav e badhu
chittane manadu to jya ema to bhalatum, dharyu parinama tyare to e lavatum
jagatamanna to sahu jivo, jivanamam to ene, ekasarakhum to vapari shaktum
jivanamam na pai paisa kai ema to lage, sahu paase to che e ek sarakhum
|