Hymn No. 4203 | Date: 16-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-16
1992-09-16
1992-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16190
એકવાર તો જોઈ લે તું, મુખડું તારું તો દર્પણમાં (2)
એકવાર તો જોઈ લે તું, મુખડું તારું તો દર્પણમાં (2) દેખાય છે શું તને હવે, તારી આંખમાં, બાળપણની નિર્દોષતા નીરખી નીરખી જાશે જો તું, થાશે દર્શન તને ભરી ભરી લુચ્ચાઈના ઊંડે ઊંડે જોશે જો તું એમાં, મળશે જોવા તને વાસનાની જ્વાળા ધારી ધારી જોશે જો તું એમાં, મળશે જોવા તેજ લિસોટા ક્રોધના જોઈશ જરા જો તું ધ્યાનથી, મળશે જોવા તને છુપા બિંદુ ઇર્ષ્યાના કેવું થઈ ગયું છે મુખડું તારું, મળશે જોવા રેખા તને ચિંતાની રેખાના ટગર ટગર રહે છે ફરતા તારા નયના, ક્યાં ભૂંસાઈ ગઈ તારી તલ્લીનતા જોતોને જોતો જાશે એમાં જ્યાં તું, મળશે જોવા તને તારામાં પાકટતા જોશે જ્યાં શાંતિથી મુખડું તારું, મળશે જોવા તુજમાં રહેલી વિવિધતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekavara to joi le tum, mukhadu taaru to darpanamam (2)
dekhaay che shu taane have, taari ankhamam, balapanani nirdoshata
nirakhi nirakhi jaashe jo tum, thashe darshan taane bhari bhari luchchaina
unde dhe joshe
tu ema joshe jo tu emam, malashe jova tej lisota krodh na
joisha jara jo tu dhyanathi, malashe jova taane chhupa bindu irshyana
kevum thai gayu che mukhadu tarum, malashe jova rekha taane chintani rekhana
tagara tallinata chintani rekhana tagara taara tagara rahe che chhe pharata, ky taari taara jotone bayhana pharata, ky taari tari tone
che pharata jaashe ema jya tum, malashe jova taane taara maa pakatata
joshe jya shantithi mukhadu tarum, malashe jova tujh maa raheli vividhata
|
|