Hymn No. 4207 | Date: 17-Sep-1992
|
|
Text Size |
 |
 |
રે મન, શાને તું નિષ્ઠુર બની તો ગયું (2) બન્યું શું એવું રે જીવનમાં, શાને તારે
Re Man, Sane Tu Nisthur Bani To Gayu Banyu Su Evu Re Jeevanama, Sane Tare
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
રે મન, શાને તું નિષ્ઠુર બની તો ગયું (2) બન્યું શું એવું રે જીવનમાં, શાને તારે નિષ્ઠુર તો બનવું પડયું - રે મન લાગ્યા કે મળ્યા શું માર જીવનમાં, તને લોભ લાલચના - રે મન.. બન્યું એવું તે શું, દયા, પ્રેમને ભાવને, ઠેસ મારવા તૈયાર થયું - રે મન.. થયું ના શું, તારું ધાર્યું રે જીવનમાં, આવી એથી શું તું બની ગયું - રે મન.. પ્રસંગે પ્રસંગે ધીરજ ને હિંમત ચડયા કસોટીએ, તેથી આવું શું બની ગયું - રે મન.. દયા, પ્રેમ ને ભાવ તો છે રસ તો જીવનના, શાને તું એ ગુમાવી બેઠું - રે મન... લાગતું નથી શું તને, તારા અવિચારીપણાનું, શિકાર તો તું બની ગયું - રે મન.. બનીશ નિષ્ઠુર જીવનમાં આટલું તું, બની જાશે તો તું એકલવાયું - રે મન.. છોડ જીવનમાં હવે તો નિષ્ઠુરતા તો તારી, માનજે કહેવું આટલું મારું - રે મન..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|