નજરેનજરમાં ને પળે પળમાં જીવનમાં, સ્વાર્થને સ્વાર્થ દેખાય છે
સ્વાર્થને સ્વાર્થ ટકરાતાં જીવનમાં, જીવનમાં રણાંગણ તો રચાય છે
સ્વાર્થ સાધવા તો જીવનમાં, માનવ માનવતાનું કરતા ખૂન ના અચકાય છે
સ્વાર્થેસ્વાર્થથી તો જીવનમાં, જગતમાં સહુના શ્વાસો તો ગંધાય છે
સ્વાર્થ વિનાના શ્વાસો મળે ના જીવનમાં, શ્વાસભર્યા શ્વાસો તો લેવાય છે
વણાય જ્યાં ઇચ્છાઓને ઇચ્છાઓ સ્વાર્થમાં, સ્વાર્થ જલદી ના દૂર થાય છે
કહેવા કોને ને ગણવા કોને, સ્વાર્થ વિનાના જગમાં, ના એ તો સમજાય છે
રહ્યાં ભલે સ્વાર્થો જીવનમાં સહુના જુદા જુદા, સ્વાર્થ વિનાનું ના કોઈ દેખાય છે
શું માન વિના કે લેખ બંધાય, જીવનમાં તો સહુ સ્વાર્થથી બંધાતા જાય છે
સાધી લેજે સ્વાર્થ જીવનમાં તું પૂરો, પ્રભુદર્શનમાં સ્વાર્થની સમાપ્તિ થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)