Hymn No. 4214 | Date: 19-Sep-1992
|
|
Text Size |
 |
 |
અફસોસ કરવો જીવનમાં તો શાને, કંઈક જીવનમાં જાશે છૂટી, કંઈક છોડી જાશે મળ્યા જીવનમાં તો સગાસંબંધી, કંઈક છોડી જાશે સ્વાર્થે, કંઈક જગ છોડી જાશે છે ચંચળ તો લક્ષ્મી જગમાં, એક દિવસ જીવનમાં, હાથતાળી એ તો દઈ જાશે લેતા શ્વાસ જીવનમાં તો સહુ ફુલાશે, એ પણ તો જીવનમાં છોડી ને છોડી જાશે મળ્યો સમય જીવનમાં તો સહુને, કરો ના કરો ઉપયોગ, એ પણ સરકીને જાશે વિચારોને વિચારો આવશે જીવનમાં, કરી લેજે ઉપયોગ એનો, એ પણ છટકી જાશે થાયે જીવનમાં તો પ્રભુનું, થાયે ના ધાર્યું આપણું તો, જીવનમાં તો જ્યારે હરાઈ શાંતિ જીવનમાં તો તારી, રાખ્યું હૈયું ભર્યું ભર્યું, અસંતોષે તો જ્યારે જીવનમાં થાકશે તું તો ત્યારે, રહ્યો દોડતો ને દોડતો, ઇચ્છાઓ પાછળ તો જ્યારે જીવવું છે જીવન તારું, તારે ને તારે, કરવો અફસોસ જીવનનો ત્યારે તો શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|