1992-09-20
1992-09-20
1992-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16205
ભલે વાત તારી તો તું નહીં કહે, મુખડું તારું તો એ કહી જાશે

કહી જાશે રે કહી જાશે જીવનમાં, આ બધું તારું તો એ કહી જાશે
અંતરમાં છુપાયો જોશ તો તારું, વર્તન તારું એ તો કહી જાશે
છુપાવીશ દર્દને ભલે હૈયાંના કોઈ ખૂણે, આંખડી તારી, છૂપું રડી જાશે
હૈયાંની કોમળતા તારી, ભલે નહીં બનાવે, હૈયાંને તો એ સ્પર્શી જાશે
છુપાયેલા દૂઝતા હૈયાંના ઘા તો તારા, આંખડી તારી ભીંજવી જાશે
પ્રેમથી નીતરતી આંખડી તારી, પ્રેમ હૈયાંનો તારો બોલી જાશે
મુખ પરની ચિંતાની રેખાઓ તારી, અંતરની વ્યથા તારી કહી જાશે
બદલાતા મુખના ભાવો તો તારા, મુખડું તારું ભાવો કહી જાશે
પ્રભુ ભાવને પ્રેમમાં ડૂબીશ જ્યાં, આ ભવ તારો, તું તરી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhalē vāta tārī tō tuṁ nahīṁ kahē, mukhaḍuṁ tāruṁ tō ē kahī jāśē
kahī jāśē rē kahī jāśē jīvanamāṁ, ā badhuṁ tāruṁ tō ē kahī jāśē
aṁtaramāṁ chupāyō jōśa tō tāruṁ, vartana tāruṁ ē tō kahī jāśē
chupāvīśa dardanē bhalē haiyāṁnā kōī khūṇē, āṁkhaḍī tārī, chūpuṁ raḍī jāśē
haiyāṁnī kōmalatā tārī, bhalē nahīṁ banāvē, haiyāṁnē tō ē sparśī jāśē
chupāyēlā dūjhatā haiyāṁnā ghā tō tārā, āṁkhaḍī tārī bhīṁjavī jāśē
prēmathī nītaratī āṁkhaḍī tārī, prēma haiyāṁnō tārō bōlī jāśē
mukha paranī ciṁtānī rēkhāō tārī, aṁtaranī vyathā tārī kahī jāśē
badalātā mukhanā bhāvō tō tārā, mukhaḍuṁ tāruṁ bhāvō kahī jāśē
prabhu bhāvanē prēmamāṁ ḍūbīśa jyāṁ, ā bhava tārō, tuṁ tarī jāśē
|