જગવાને ઝાડપાનને તો, છે જરૂરિયાત તો પાણીની
પ્રેમભર્યા હૈયાંને ખીલવાને તો, છે જરૂર તો સાચા પ્યારની
રસોઈ સ્વાદભરી બનાવવાને, છે જરૂર તો સરખા મસાલાની
કરવા જગમાં તો કામ, છે જરૂરિયાત તો હૈયાંમાં હામની
વેરને સમાવા જીવનમાં તો, જરૂરિયાત તો સાચા પ્રેમની
દુઃખ ભર્યાં હૈયાંને ખાલી કરવા, જરૂર તો છે સહાનુભૂતિની
તાજગીભર્યું જીવન જીવવા, છે જરૂર તો નીરોગી ઉમંગની
દુર્ભાગ્યનો સામનો કરવા જીવનમાં, છે જરૂર ધીરજ ને હિંમતની
સદા સાધનામાં તો જીવનમાં, છે જરૂર તો સ્વસ્થ મનની
અન્યને જાણવાને ને કરવા પોતાના, છે જરૂર તો સાચી સમજની
પ્રભુને પામવા તો જીવનમાં તો, છે જરૂર તો સાચા ભાવની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)