જોઈ કઈ ત્રુટિ તો અમારામાં રે માડી, પાવાં પડયાં છે તારે અમને આવા ઘૂંટડા
નથી અમારી પાસે કોઈ જાણકારી, માનીએ ને જાણીએ છે તું શક્તિશાળી
જોઈ હોય રે નજરમાં, પડી હોય જો ત્રુટિ અમારી, બતાવી દે ત્રુટિ અમને અમારી
રહ્યાં છીએ બસ અમે તમારા આધારે, છે અમને તો એક આધાર તમારો
સોંપ્યું છે મનડું ને તનડું તને અમારું, શાને રાખે છે જુદાઈ સાથે અમારી
નથી કોઈ પાસે જઈને વાત કહેવી, કહેવી છે તને ને તને તો બધી કહેવી
જીવનમાં ચિત્તડા ને મનડાંને ચોરી લીધાં, દુઃખડાં રાખ્યા શાને તો તેં બાકી
તારી પાસે તો છે અમારા જેવા અનેક, નથી એ કાંઈ બહાના, શાને રાખવા અમને બાકી
અમારામાં ફરક શાને તમે પાડયા, રહ્યાં છીએ તને અમારાને અમારા ગણતા
રાહ જોઈ જોઈ જીવનમાં અમે તો તારી, જોઈ બે હાથે તું ધારા અમારા અશ્રુની
તારા વિના જાવું બીજે ક્યાં રે માડી, છે વિનંતિ તારા ચરણમાં બેસાડજે આટલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)