જેના ભાગ્યમાં જે હતું, તે તેને તો મળતું ગયું
પુરુષાર્થે જીવનમાં તો, ના હતું તે પણ મેળવી દીધું
પુરુષાર્થના પુરુષાર્થ આગળ, ભાગ્યે જીવનમાં ઝૂકી જવું પડયું
કરેલા કર્મોએ તો ઘડયું ભાગ્ય, સહુ ફરિયાદ એની તો કરતું રહ્યું
દુઃખ ભાગ્યનું તો એ હતું, ભલે દુઃખ જીવનમાં તો આવ્યું
પુરુષાર્થીએ કર્યા હાસ્યના પુરુષાર્થ, દુઃખ એને ના રડાવી શક્યું
જગાડવા ભાગ્યને જીવનમાં, પડશે જીવનમાં પુરુષાર્થને સ્વીકારવું
સૂતેલું ભાગ્ય જો સૂતેલું રહેશે, પડશે ના સમજ, ક્યારે આવ્યું ક્યારે ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)