1992-10-03
1992-10-03
1992-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16234
અથડાઈ છે વિનંતિ મારી શું બ્હેરા કાને, કે ભરી શક્યો નથી વિનંતિમાં ભાવો પૂરા
અથડાઈ છે વિનંતિ મારી શું બ્હેરા કાને, કે ભરી શક્યો નથી વિનંતિમાં ભાવો પૂરા
કે જોઈ રહી છે પથ્થર બની તું, હાલત જગમાં રે માડી આજ તું ઊભી ઊભી
જાણું ના હું તો, કહું છું શું તને, જાણું છું ઊભી છે તારી પાસે, ઊભી ફરિયાદ મારી
સાંભળીશ ના જો તું ફરિયાદ માડી, કહે રે માડી, કહે ક્યાં જઈ કરવી ફરિયાદ મારી
નથી કષ્ટ દેવું મારે તો કોઈને, શાને કષ્ટ કાજે જગમાં દીધો છે આગળ મને ધરી
કહેશે કે છે તારા ભાગ્યમાં આ લખ્યું, લખ્યું હોય ભલે જીવનમાં ભાગ્ય ભલે આવું
છે વિશ્વાસ તો તુજમાં રે માડી, જીવનમાં બદલી શકીશ એક એને તો તું રે માડી
લીનતામાં ભંગ પડે મારી જ્યારે જો માડી, રહીશ શું તું એ જોતી, બેઠીને બેઠી
કાઢ રસ્તો હવે તો તું આમાંથી, માગતાં નથી કાંઈ બીજું, છે આ વિનંતિ અમારી
નથી કહેતાં કે દેજે દુઃખ તું બીજાને, છે શું ગુનો કહેવું, કર દુઃખ દૂર અમારું રે માડી
https://www.youtube.com/watch?v=Ng93DvtpIX4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અથડાઈ છે વિનંતિ મારી શું બ્હેરા કાને, કે ભરી શક્યો નથી વિનંતિમાં ભાવો પૂરા
કે જોઈ રહી છે પથ્થર બની તું, હાલત જગમાં રે માડી આજ તું ઊભી ઊભી
જાણું ના હું તો, કહું છું શું તને, જાણું છું ઊભી છે તારી પાસે, ઊભી ફરિયાદ મારી
સાંભળીશ ના જો તું ફરિયાદ માડી, કહે રે માડી, કહે ક્યાં જઈ કરવી ફરિયાદ મારી
નથી કષ્ટ દેવું મારે તો કોઈને, શાને કષ્ટ કાજે જગમાં દીધો છે આગળ મને ધરી
કહેશે કે છે તારા ભાગ્યમાં આ લખ્યું, લખ્યું હોય ભલે જીવનમાં ભાગ્ય ભલે આવું
છે વિશ્વાસ તો તુજમાં રે માડી, જીવનમાં બદલી શકીશ એક એને તો તું રે માડી
લીનતામાં ભંગ પડે મારી જ્યારે જો માડી, રહીશ શું તું એ જોતી, બેઠીને બેઠી
કાઢ રસ્તો હવે તો તું આમાંથી, માગતાં નથી કાંઈ બીજું, છે આ વિનંતિ અમારી
નથી કહેતાં કે દેજે દુઃખ તું બીજાને, છે શું ગુનો કહેવું, કર દુઃખ દૂર અમારું રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
athaḍāī chē vinaṁti mārī śuṁ bhērā kānē, kē bharī śakyō nathī vinaṁtimāṁ bhāvō pūrā
kē jōī rahī chē paththara banī tuṁ, hālata jagamāṁ rē māḍī āja tuṁ ūbhī ūbhī
jāṇuṁ nā huṁ tō, kahuṁ chuṁ śuṁ tanē, jāṇuṁ chuṁ ūbhī chē tārī pāsē, ūbhī phariyāda mārī
sāṁbhalīśa nā jō tuṁ phariyāda māḍī, kahē rē māḍī, kahē kyāṁ jaī karavī phariyāda mārī
nathī kaṣṭa dēvuṁ mārē tō kōīnē, śānē kaṣṭa kājē jagamāṁ dīdhō chē āgala manē dharī
kahēśē kē chē tārā bhāgyamāṁ ā lakhyuṁ, lakhyuṁ hōya bhalē jīvanamāṁ bhāgya bhalē āvuṁ
chē viśvāsa tō tujamāṁ rē māḍī, jīvanamāṁ badalī śakīśa ēka ēnē tō tuṁ rē māḍī
līnatāmāṁ bhaṁga paḍē mārī jyārē jō māḍī, rahīśa śuṁ tuṁ ē jōtī, bēṭhīnē bēṭhī
kāḍha rastō havē tō tuṁ āmāṁthī, māgatāṁ nathī kāṁī bījuṁ, chē ā vinaṁti amārī
nathī kahētāṁ kē dējē duḥkha tuṁ bījānē, chē śuṁ gunō kahēvuṁ, kara duḥkha dūra amāruṁ rē māḍī
English Explanation: |
|
Are my pleas falling on deaf ears, or are my pleas not from the heart?
Or are you looking at it with a stone heart, currently you are just silently observing, Oh divine mother.
I do not know what I am telling you, I know that my complaint is registered with you.
If you do not listen to my complaint Oh divine mother, tell me where should I go and complain.
I do not want to trouble anyone, why have you kept me in distress.
You state that it is in my fate, I may have written this in my fate.
But I have faith in you Oh divine mother, that you are the only one to change my destiny.
When there is a break in my devotion to you Oh divine mother, are you going to see this silently?
Now show me the path, I am not asking for anything else, this is my plea.
I am not saying that you give suffering to others, is it a crime to tell you to remove my suffering?
|