એક જીવનમાં તો છું હું, એક જીવનમાં તો છે તું
રે માડી જામશે જીવનમાં, કેવી આપણી રે જોડી
એક માંગનાર તો છું હું, એક પૂરી કરનાર એને તો છે તું - રે માડી...
એક પ્રેમનો પ્યાસો તો છું હું, એક પ્રેમની પાનાર તો છે તું - રે માડી...
એક વાત કરનાર તો છું હું, એક એને સાંભળનાર તો છે તું - રે માડી...
એક દયાની દાન દેનાર છે તું, એક દયા ઝીલનાર તો છે હું - રે માડી...
એક સમજાવનાર તો છે તું, એક અણસમજ તો છું હું - રે માડી
એક વિશ્વાસપાત્ર તો છે તું, એક તારા વિશ્વાસે રહેનાર તો છું હું - રે માડી...
એક રિસાનાર તો છું હું, એક મનાવનાર એને તો છે તું - રે માડી...
એક માલિક તો છે તું, એક તારો સેવક તો છું હું - રે માડી...
એક રમનાર તો છું હું, એક રમાડનાર તો છે તું - રે માડી...
એક મુક્તિ ચાહનાર તો છું હું, એક મુક્તિ દેનાર તો છે તું - રે માડી...
એક જગજનની માતા તો છે તું, એક નાનો બાળક તારો છું હું - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)