કોણ જાણે, કોણ જાણે, કરશો જીવનમાં ક્યારે તો શું, એ તો કોણ જાણે
કોણ જાણે, કોણ જાણે, એક જાણે એ તો મારો પ્રભુ, બીજું એ તો કોણ જાણે
જીવનમાં વહેતાં રે વ્હાલપના નીર, સુકાશે જીવનમાં એ ક્યારે એ કોણ જાણે
ભાગ્યની બાંધી મૂઠ્ઠી લઈ આવ્યા જગમાં તો સહુ, નીકળશે એમાં શું, એ કોણ જાણે
હસતો કૂદતો માનવી, ક્ષણમાં થાશે એનું તો શું, એ તો કોણ જાણે
માનવીના ને માનવીના મનમાં રમતો સદા રમાય, રમત એની એ કોણ જાણે
ભરી ભરી આશા જીવનમાં જીવે સહુ, થાશે સફળ કે નહિ, એ તો કોણ જાણે
વિચિત્ર મનનો રે માનવી, કરશે જીવનમાં ક્યારે શું, ને શું એ તો કોણ જાણે
વહેતાં લાગણીને પ્રેમના પૂર, બદલાશે ક્યારે એના સૂર એ તો કોણ જાણે
ઊછળ્યું ઊછળ્યું મોજું સમુદ્રમાં, પહોંચશે કિનારે કે રહેશે દૂર, એ તો કોણ જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)