Hymn No. 4265 | Date: 11-Oct-1992
|
|
Text Size |
 |
 |
હાર્યા, હાર્યા રે, હાર્યા જીવનમાં સહુ તો હાર્યા જીવનમાં તારી માયા પાસે રે માડી, સહુ તો હાર્યા કરે કોશિશો મનને જીતવા સહુ, સહુ એમાં તો હાર્યા પહોંચી ના શક્યા જે જીવનમાં, તારી પાસે એ તો હાર્યા જીતી ના શક્યા વિકારોને જીવનમાં, જીવનમાં એ તો હાર્યા રાખી ના શક્યા, ઇચ્છાઓને કાબૂમાં, જીવનમાં એ તો હાર્યા સમજી ના શક્યા ખુદને કે અન્યને, જીવનમાં એ તો હાર્યા કરી ના શક્યા પ્રેમ પ્રભુને તો જીવનમાં, એ તો હાર્યા જનમ લઈ માનવ ના બની શક્યા, જીવનમાં એ તો હાર્યા વેડફ્યું જીવન ખોટા કર્મોમાં, જીવનમાં એ તો હાર્યા કરી ના શક્યા સહાય અન્યને જીવનમાં, જીવનમાં એ તો હાર્યા હારી ગયા હિંમત તો જે જીવનમાં, જીવનમાં એ તો હાર્યા ખોઈ બેઠઊં વિશ્વાસ ખુદમાંને પ્રભુમાં, જીવનમાં એ તો હાર્યા પારકી દયા પર જે જીવન જીવી રહ્યાં, જીવનમાં એ તો હાર્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|