સમજે જીવનમાં સહુ સહુને તો સાચું, સમજ સમજમાં તો ફેર છે
દલીલોને દલીલોમાંથી જો સમજ મળે, જીવનમાં સહુ દલીલ કરતું રહે
દલીલોએ તો ના જીત્યાં દિલડા, ના જીત્યાં મનડાં, સહન એમાં કરવું પડે
સમજાય જીવનમાં તો જ્યાં સાચું, દલીલને સ્થાન તો ત્યાં ના જડે
સમજ્યાં જ્યાં ખોટુંને ખોટું, જીવનમાં દુઃખ ત્યાં ઊભું એ તો કરે
સમજમાં જ્યાં લાગણી બહેકી ઊઠે, સમજ ત્યાં તો સાચી સમજ ના રહે
સાચી સમજ જ્યાં હૈયે ચડે, દુઃખ દર્દ ત્યાં તો ના ઊભું રહે
હર વિષયની સમજ તો જુદી રહે, વિષય વિષયમાં એ બદલાતી રહે
એક સમજની જ્યાં સમજ પડે, નથી કાંઈ એવું બીજાની સમજ પડે
એક પ્રભુની જ્યાં પાકી સમજ મળે, જીવનમાં બીજી સમજની જરૂર ના રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)