Hymn No. 4273 | Date: 16-Oct-1992
|
|
Text Size |
 |
 |
સૃષ્ટિ કાળ પહેલાં હતી, સૃષ્ટિ કાળમાં ભી છે, સૃષ્ટિ કાળ પછી રહેવાની છે છે જે એ ચાલક શક્તિ, છે એ ચાલક શક્તિ તો સત્ય, એજ તો સત્ય છે જનમોજનમ તારા આવ્યાને ગયા, અનુભવ લેનાર એનો તો એ, એ એક સત્ય છે સમય રહ્યો છે વીતતોને વીતતો, ના કોઈથી કદી એ અટક્યો, એ તો સત્ય છે રહ્યું રાજ કરતું ને કરતું માનવ પર મન તો સદા, જીવનનું તો એ એક સત્ય છે તનડું તો આવે ને જાયે, મળ્યા અનુભવ કેટલાં એમાં, સત્ય એ જોવાનું છે ચાલક શક્તિના નિયમો, જગને ચલાવતા રહેશે, જીવનમાં એ તો સત્ય છે સુખદુઃખના અનુભવો, અલિપ્ત બન્યા વિના, સત્ય લાગવાના છે તૂટે કે ના છૂટે જાળ માયાની તો હૈયેથી, માયા ત્યાં સત્ય લાગવાની છે છે સમિક્ષા સત્ય જે જીવનમાં, કદી સનાતન સત્ય ના એ રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|