Hymn No. 4281 | Date: 20-Oct-1992
|
|
Text Size |
 |
 |
1992-10-20
1992-10-20
1992-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16268
જીવન જીવવાનું છે જગમાં તારેને તારે, અન્યને પૂછવાની તો જરૂર નથી
જીવન જીવવાનું છે જગમાં તારેને તારે, અન્યને પૂછવાની તો જરૂર નથી કેમ જીવવું જીવન જગમાં સારી રીતે, જગમાં સમજી એ તો લેવાની જરૂર છે સફળતાએ સફળતાએ જીવનમાં, જીવનમાં બહેકી જવાની તો કાંઈ જરૂર નથી મળે નિષ્ફળતા જગમાં તો જીવનમાં, હિંમત હારી જવાની તો ના જરૂર છે વિકારો જીવનમાં તો જ્યાં ત્યજવા નથી, ત્યાં પૂછવાની તો કાંઈ જરૂર નથી લેવું છે મનને તો કાબૂમાં, એ તો આવતું નથી, લેવું કેમ, જાણવાની જરૂર છે ડુબાડે અહં અભિમાન તો જીવનમાં, જીવનમાં અહં અભિમાનમાં ડૂબવાની જરૂર નથી સમય વેડફશો ના જીવનમાં, એનો પૂરો ઉપયોગ કરવાની જીવનમાં તો જરૂર છે ભરવા છે સદ્ગુણોને હૈયે તો જીવનમાં, જીવનમાં ગુણોને ભજવાની તો જરૂર નથી મળ્યો છે માનવદેહ તો જગમાં, સફળ કરવાની એને જીવનમાં તો જરૂર છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan jivavanum che jag maa tarene tare, anyane puchhavani to jarur nathi
kem jivavum jivan jag maa sari rite, jag maa samaji e to levani jarur che
saphalatae saphalatae jivanamam, jivanamamam baheki javani to jivan jathi
javani javani to javani to kami, jivanamam, jivanamam to javani to kai
vikaro jivanamam to jya tyajava nathi, tya puchhavani to kai jarur nathi
levu che mann ne to kabumam, e to avatum nathi, levu kema, janavani jarur che
dubade aham abhiman to jivamamaya, naam v jariv jubashiamaya samo, jivanamam aham naphimay
abhiman karvani jivanamam to jarur che
bharava che sadgunone haiye to jivanamam, jivanamam gunone bhajavani to jarur nathi
malyo che manavdeh to jagamam, saphal karvani ene jivanamam to jarur che
|