કરવું છે રે કરવું છે, જીવનમાં તો મારે, ઘણું ઘણું તો કરવું છે
મળ્યો માનવદેહ તો જગમાં, જીવનમાં, માનવ બનીને તો મારે જીવવું છે
રહે રાજી જેમાં મારો પ્રભુ, જીવન જગમાં મારે, એવી રીતે જીવવું છે
દુઃખ દર્દ જાણીને જીવનમાં, તો અન્યના કરવા દૂર, જીવનમા તો રત રહેવું છે
ગણીને જગમાં તો સહુને પોતાના, સહુ સાથે હળીમળીને તો રહેવું છે
ખુદને ગણીને તો દુઃખી, ના દુઃખી થવું છે, ના અન્યને દુઃખ દેવું છે
સદ્ગુણો અપનાવીને તો જીવનમાં, જીવન તો ગુણોથી ભરવું છે
કરીને ક્રોધ તો જીવનમાં, ના ખુદે એમાં જલવું છે, ના અન્યને જલાવવું છે
જીવનમાં અન્યને પ્રેમમાં નવરાવવા છે, જીવનમાં પ્રભુપ્રેમમાં તો નહાવું છે
જીવનમાં અન્યને તો સમજવું છે, જીવનમાં પ્રભુના દિલમાં પહોંચવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)