થયું કેટલું તારું ધાર્યું, કેટલું મનધાર્યું જીવનમાં તો, થયું બધું પ્રભુનું ધાર્યું
કરી ઇચ્છા તો જીવનમાં, જીવનભર હસતા રહેવું, સંજોગોએ જીવનમાં રડાવી દીધું
રોકાવું છે જગમાં સહુએ તો પોતાના મનધાર્યું, મોત આગળ ના કોઈનું તો ચાલ્યું
કરવું પડયું જીવનમાં કદી કદી અન્યનું ધાર્યું, છોડવું પડયું, કરવું ત્યાં પોતાનુ ધાર્યું
સંજોગોએ કરાવ્યું તારી પાસે એવું ધાર્યું, એની પાસે તારું તો ના કાંઈ ચાલ્યું
તારા ઘરમાં થાય છે તારું કેટલું ધાર્યું, થાશે જગમાં તારું તો કેટલું ધાર્યું
થતું નથી કામકાજ બધું સહુનું ધાર્યું, જોય છે રાહ, સહુ થાય સહુનું ધાર્યું
કરી નથી શક્યો વધુ જ્યાં અન્યનું ધાર્યું, થાશે ક્યાંથી ત્યાં બધું તારું ધાર્યું
વિકારોને વિકારો કરાવતા રહ્યાં એનું ધાર્યું, કેમ ના કર્યું તેં ત્યારે તારું ધાર્યું
બનીશ મક્કમ કરવા જ્યાં તારું ધાર્યું, થાશે ત્યારે તો તારું ધાર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)