જપું જગદંબા લઈ કરમાળા
વસો હૃદયમાં બહુચરબાળા
ભક્તોને તમે લાગો છો વહાલા
બાળકો પોકારે કરીને કાલાવાલા
આંસુ વહે છે નયનોમાં અમારાં
દુઃખો કાપજે માડી સર્વે અમારાં
તમને લાગે ભક્તો સદા પ્યારા
ઘટઘટમાં છો સદા વસનારા
વિવિધ રૂપે તમે પ્રગટનારા
ભક્તોના સંકટને તમે હરનારા
ઋષિમુનિઓ ગુણલા ગાયે તમારા
રિદ્ધિસિદ્ધિના છો દેનારા
દુષ્ટોને તમે છો હણનારા
ભાવનાથી તમે રીઝનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)