Hymn No. 4295 | Date: 29-Oct-1992
|
|
Text Size |
 |
 |
ચોંટયું રે, ચોંટયું રે મન સહુનું રે જીવનમાં, જીવનમાં ક્યાંયને ક્યાંય તો ચોંટયું
Chontyu Re, Chontyu Re Man Sahunu Re Jeevanama, Jeevanama Kyaayne Kyaay To Chontyu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
ચોંટયું રે, ચોંટયું રે મન સહુનું રે જીવનમાં, જીવનમાં ક્યાંયને ક્યાંય તો ચોંટયું પાડી હતી આદત જેવી જેવી રે જીવનમાં, જીવનમાં તો જ્યાં જઈને એ તો ચોંટયું કામમાં ડૂબેલાં કામીનું મન તો, જઈ જઈને કામ વાસનામાં જઈને તો ચોંટયું દુઃખ દર્દથી પીડાતા જીવ નું રે મન, વારે ઘડીએ દુઃખદર્દમાં તો જઈને ચોંટયું જ્ઞાનના ભૂખ્યા, જ્ઞાનમાં પિપાસુનું મન, જ્ઞાનમાં ને જ્ઞાનમા જઈને તો ચોંટયું વેરને વેરની ધૂનમાં રત રહેતા જીવ નું રે મન, વેરને વેરમાં જઈને તો ચોંટયું કહીને મન તો જલદી ના ત્યાં ચોંટે, આદતને આદતમાં જઈને ત્યાં એ ચોંટયું કોધને ક્રોધમાં રત રહેતા જીવ નું રે મન, ક્રોધમાં તો જઈ જઈને તો ત્યાં ચોંટયું કૂદતુંને કૂદતું રે મન, અહંના જોરેને જોરે, કૂદવામાંને કૂદવામાં રહે તો ચોંટયું માયામાં ને માયામાં ચોંટયું રહેતું રે મન, માયામાંને માયામાં રહે જલદી એ તો ચોંટયું પાડીશ આદત મનને તો જ્યાં તું પ્રભુની, રહેશે ધીરે ધીરે એમાં એ તો ચોંટયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|