ઊભો તો તું ક્યાં છે, ઊભો તું ક્યાં છે, પડશે જોવું તારે, ઊભો તો તું ક્યાં છે
ફેરવી લેજે એક નજર તો તું તારી, તારી આસપાસ તો શું છે
રાખજે નજરમાં તો તું તારી, તો બધું જવું તારે તો જ્યાં છે
પડશે ચાલવું તો તારેને તારે, જ્યાં તારેને તારે તો પહોંચવાનું છે
વેડફીશ સમય જીવનમાં તુ જેટલો, તને ને તને એ તો નડવાનું છે
પડશે નિર્ણય જીવનમાં લેવો તો તારે, તારેને તારે તો એ લેવાનો છે
લઈ નિર્ણય તો ના કાંઈ ચાલશે, અમલ એનો જીવનમાં તારે કરવાનો છે
પહોંચવાનું છે જ્યાં તો તારેને તારે, તું ને તું તો ત્યાં પહોંચવાનો છે
બન્યા નથી એક જ્યાં કોઈ કોઈની સાથે, ક્યાંથી સાથે તો પહોંચવાના છે
બનવાનું છે એક પ્રભુ સાથે તો તારે, તારે તો જ્યાં એક થવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)