તું સજ્જ થા, તું સજ્જ થા, લડવાને જીવનમાં યુદ્ધ તારું, તું સજ્જ થા (2)
છે દુશ્મનોની સેના, કરવા ઘા તો તૈયાર, જીવનમાં તું સજ્જ થા
રાખવા પડશે અનેક હથિયાર તારે, શીખીને એને, રહેજે તું તૈયાર
શીખવે છે પ્રભુ આપણને પણ, ધરી વિવિધ તો હથિયાર
ઝડપાતો ના ઊંઘતો તું જીવનમાં, છે તારું તો એ પહેલું હથિયાર
ધીરજ ને ક્ષમા રાખજે સદા તું હાથવગા, છે એ તો તીક્ષ્ણ હથિયાર
નિર્ણયમાં ના તું હઠતો, સંકલ્પ તો છે જીવનનું એક જોરદાર હથિયાર
કેળવજે સમજની સુદૃષ્ટિ તું જીવનમાં, કાપશે જીવનમાં સદા એ તો અંધકાર
માન, અપમાનને બાંધજે ના તું હૈયે, નિર્લેપતા તો છે ભવ્ય હથિયાર
સમતાને વિવેકને રાખજે સદા તું હાથમાં, પડશે કરવો ઉપયોગ વારંવાર
દયાને પ્રેમની ધારા, હૈયાંમાં રાખજે વહેતી, કરશે દુશ્મનો પર જિતનો વહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)