બે ડગલાં ચડયાં જ્યાં ઉપર, બે ડગલાં ઊતર્યા જ્યાં નીચે, ટોચ ઉપર ક્યારે પહોંચાય
છે વાત જગમાં તો આ સહુની, ટોચ ત્યાં ઉપરને ઉપર તો રહી જાય
કરે યત્નો તો સહુ સહુની રીતે, અધવચ્ચે તો થાકી, ત્યાંને ત્યાં તો અટકી જાય
કરતા રહે જે આમને આમ જો જીવનમાં, સમજી લો, જીવનમાં એને તો શું કહેવાય
કરજો ના જીવનમાં તમે ભી તો આવું, જોજો ગણતરી તમારી આમાં ના થઈ જાય
મંઝિલ છે જ્યાં લાંબી, કરશો જ્યાં આમને આમ, કેમ કરી ત્યાં ટોંચે પહોંચાય
એક વખત કરે જો આમ સમજી શકાય, કરે જ્યાં વારંવાર આમ, કેમ કરી એ સમજાય
મળશે ના વારંવાર દેહ માનવનો, રાહ એની ફરી ફરી તો ક્યાં સુધી જોઈ શકાય
થાકીશ જ્યાં, છોડીશ ક્યારે, કરવું આમ બધું, કરી નિર્ણય ત્યારે તો ટોંચે પહોંચાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)