તુજ ચરણમાં મુજ મસ્તકને `મા' રહેવા દેજે
ધૂળ બની તુજ ચરણથી `મા' ચંપાવા દેજે
ચાતક બની તુજ પ્રેમપીયૂષ `મા' પીવા દેજે
શુદ્ધ સોનું બનીને `મા' તુજ કસોટી પાર કરવા દેજે
વાદળ બનીને `મા' તુજ પર છાંય ધરવા દેજે
દીપક બનીને `મા' તુજ સામે મુજને જલવા દેજે
હૈયું તુજમાં એકાકાર કરી `મા' તુજ સંવેદન ઝીલવા દેજે
દૃષ્ટિ તુજમાં સ્થિર રાખી, `મા' બીજે ના હટવા દેજે
ફૂલહાર બનીને `મા' તુજ હૈયા પર મુજને ઝૂલવા દેજે
નીર બનીને `મા' તુજ ચરણોને સદા ધોવા દેજે
તુજ ભક્ત બનીને `મા' તારા ગુણલા ગાવા દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)