Hymn No. 4336 | Date: 16-Nov-1992
|
|
Text Size |
 |
 |
પરિસ્થિતિએ પરિસ્થિતિએ, વ્યાકુળ ના તું બનતો, અનુકૂળ પરિસ્થિતિની રાહ ના તું જોતો કરી ના શક્યો મનને અનુકૂળ તું જ્યાં, બાહ્ય પરિસ્થિતિની અનુકૂળતા ના તું ચાહતો હતી અનુકૂળ પરિસ્થિતિ કર્યું ત્યારે જગમાં, અનુકૂળતાની વાતો શાને રહે છે તું કરતો હર પરિસ્થિતિ સમજાવીને શીખવી જાય છે જીવનમાં, શાને નથી એમાંથી તો તું શીખતો લઈ નથી શક્યો કાબૂમાં જ્યાં તું મનને, સ્વભાવને, તારા દોષ પરિસ્થિતિ પર ના તું નાંખતો દોષિત તો છે તું ને તું, જ્યાં તારી સ્થિતિનો, જીવનમાં, દોષ અન્યનો ના તું કાઢતો જાગે ના જ્યાં અસ્મિતા ખુદની તો જ્યાં ખુદમાં, જીવનમાં ના કાંઈ એ તો કરી શક્તો કાઢતો ને કાઢતો રહીશ દોષ અન્યના તું જીવનમાં, રહેશે ત્યાં તું દોષ અન્યમાં તો દેખતો રહી પ્રભુ તો સહુમાં, જગમાં રહ્યો છે સદા, તને તો પરિસ્થિતિએ શિખવતો ને શિખવતો હર પરિસ્થિતિમાં રહેજે, તું પ્રભુમય સાંનિધ્યમાં, યાદે યાદે રહેજે સાંનિધ્યમાં રહેતોને રહેતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|