જાણી નથી શક્તો જગમાં બધું, જગમાં શું શું છે, જાણી નથી શક્યો મનમાં શું શું છે
જગમાં તો બદલીને બદલી થાતી રહી છે, ગણી શકીશ જગમાં ક્યાંથી તું શું શું છે
આ જગનો વિસ્તાર તો છે ઘણો મોટો, મનના વિસ્તાર તો ઘણા મોટાં છે
જ્ઞાનના પ્રકાશની સીમા છે ઘણી મોટી, જ્ઞાનના અંધકારની સીમા ઘણી મોટી છે
સૂર્યપ્રકાશ આવરી લે છે ઘણું, પહોંચી નથી શક્યો જ્યાં, સીમા એની ઘણી મોટી છે
કલ્પનામાં આવે તો ઘણું ઘણું, રહી જાય છે એની બહાર, સીમા એની મોટી છે
જગતમાં લખાયું છે ઘણું ઘણું, લખાયું નથી જે જે, સીમા એની ઘણી મોટી છે
ગણી શક્યા કેટલા જીવો જગમાં, ગણી શક્યા નથી જેને, સીમા એની ઘણી તો મોટી છે
દેખાય છે જગમાં તો ઘણું ઘણું, દેખાતું નથી, સીમા એની તો ઘણી મોટી છે
પહોંચ્યા જગમાં ભલે ઘણે ઘણે, પહોંચી શક્યા નથી જ્યાં, સીમા એની ઘણી મોટી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)